માતર તાલુકાના રધવાણજ ગામની સીમમાંથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે. અહીંયા આવેલ ટોલ નાકા પાસેથી ગતરોજ વડોદરાથી બાવળા પુઠાનો કચરો ભરવા જતી આઈસર ટ્રકના ચાલકે આ ટોલ નાકા પહેલા આવેલા બમ્પ આગળ વાહનને ધીમુ પાડવા બ્રેક મારી હતી. પરંતુ બ્રેક લાગી નહીં, બેકાબુ બનેલી આ આઈસર આગળ ઊભી રહેલી અન્ય આઈસરને પાછળના ભાગે અથડાવી હતી. જે બાદ આ બ્રેક ફેઈલ ટ્રક સિધી IRB ની
ઓફીસની આગળ આવેલ લોખંડના પાઈપના થાંભલાઓ સાથે અથડાઈ હતી. આ ટ્રકમા બેઠેલા 4 જેટલા મજુરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘવાયેલા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે માતર પોલીસમાં ઉપરોક્ત આઇસર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement