મહાશિવરાત્રી એટલે “પરમાત્મા શિવ” ના અવતરણની યાદગાર. પરમાત્મા શિવ કળિયુગી રાત્રીના સમયે આ સૃષ્ટિ પર અવતરિત થઈ સર્વ આત્માઓનું કલ્યાણ કરે છે. હવે એ સમય ખુબ જ નિકટ છે કે જ્યારે આ કળિયુગ રૂપી અંધિયારી રાત્રીમાં સર્વ મનુષ્યાત્માઓ ભ્રષ્ટાચાર, પાપાચારના કારણે અત્યંત દુ:ખી છે. ત્યારે પરમપિતા પરમાત્મા શિવ આ સૃષ્ટિની સમગ્ર આત્માઓને પરીવર્તન કરી સતયુગી દુનિયાના નવનિર્માણ માટેનું કલ્યાણકારી કાર્ય કરે છે.
પરમાત્મા શિવના દિવ્ય સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, નડિયાદ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનું ઉદઘાટન તા. ૨૮/૦૨/૨૦૨૨ ના રોજ સાંજે ૬ કલાકે ૫.પૂ. અંબાપ્રસાદ મહારાજના વરદ હસ્તે થશે. જેમાં વિશેષ અતિથિ તરીકે ભ્રાતા એમ.કે. પ્રજાપતિ, પ્રાંત અધિકારી તથા ગૌરાંગભાઈ પટેલ ટ્રસ્ટી પ્રમુખ, મોટા મહાદેવ ટ્રસ્ટ ઉપસ્થિત રહેશે. ઉજવણીના ભાગ રૂપે સોમનાથ દર્શન, દ્વાદશ જ્યોતિર્લીંગ, હોલોગ્રાફિક શિવલિંગ, આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શની, તથા આત્મિક અનુભૂતિ કક્ષનું આયોજન કરવામાં આવેલ છે. જેને નિહાળવા માટે નડિયાદ શહેરની જનતાને તા.૦૧/૦૩/૨૦૨૨ તથા તા.૦૨/૦૩/૨૦૨૨ ના રોજ સવારે 8 થી સાંજે 8 દરમ્યાન પધારવા જણાવ્યુ છે.
નરેશ ગનવાણી : નડિયાદ