ખેડા જિલ્લામાં ગઈકાલથી વાદળ ઘેરાયા છે. ગઈરાત્રે જિલ્લાના પાંચ તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. આજે સવારે ઉઘાડ નીકળ્યા પછી બપોર બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. નડિયાદમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અત્યારે પણ વાદળો ઘેરાયેલા છે. ત્યારે હજી જોરદાર ઝાપટું પડે તેવી સંભાવના છે. ચોમાસાની વિદાય ટાણે આવેલા આ વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે.
હજુ પણ વરસાદની શક્યતા જિલ્લામા ક્યાંક હળવા તો ક્યાંક ભારે ઝાપટાં વરસ્યા છે. તો હજી પણ આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા રહેતા મોડી રાત્રે વરસાદ થવાની શક્યતા છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement