Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ એકેડેમીની અન્ય ૩ મહીલા ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

Share

૩૬ મી નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં નડિયાદ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નડીયાદ એકેડેમી, નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં નડીયાદ કુસ્તી એકેડેમીની ખેલાડી કુમારી હિના ખલીફાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. સંસ્કારધામ અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ આર્ચરી રમતમાં નડીયાદ એકેડેમીની ખેલાડી કુમારી અમિતા રાઠવાએ ઇન્ડીવિઝ્યુલ આર્ચરી રમતમાં સિલ્વર તથા ઇન્ડિયન રાઉન્ડ વુમન્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. ઉપરાંત રીકર્વ રાઉન્ડ વુમન્સ ટીમ આર્ચરી રમતમાં કુમારી પ્રેમિલા બારિયા, સુસ્મિતા પટેલ તથા નડીયાદ એકેડેમી ખાતે તાલીમ મેળવી રહેલ સીમા વર્માએ બ્રોન્ઝ મેડલ મેળવતા સમગ્ર નડીયાદવાસીઓમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપળા ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર તથા યોગયાત્રા યોજાઈ

ProudOfGujarat

ખેડા : ભાજપના સ્થાપના દિનની ઉજવણી નિમિતે સામાજિક સમરસતા સપ્તાહ ઉજવણીનો પ્રારંભ, સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

ProudOfGujarat

હાંસોટ તાલુકમાંથી ચેન્નઈ ખાતે તબલિગી જમાતમાં ગયેલ ચાર વ્યક્તિઓ ચેન્નઈ ખાતે 28 દિવસ કોરોન્ટાઇન થઈ હાંસોટ પરત આવતાં તેમનાં હાંસોટ સી.એચ.સી. દવાખાના ખાતે આજે કોરોના સેમ્પલ લેવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!