નડિયાદ જવાહરનગરમાં આ વર્ષે પણ સંત કવરરામ મંદિરમાં સંત કંવરરામ સાહેબની ૮૩ મી વર્ષી મહોત્સવ નિમિતે ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવના પ્રથમ દિવસે શુક્રવારે સવારે સમૂહ જનોઇ યોજાઇ હતી. જેમાં ૧૭ બટુકોએ જનોઇ ધારણ કરી હતી. સંત કવરરામ સાહેબના પૌત્ર સાંઇ રાજેશલાલ બટુકોને આશીર્વાદ આપ્યાં હતાં. સાંજે ૬ કલાકે સહેજ પાઠ સાહેબનો ભોગ સાહેબ શીશ મહેલ અમરધામના ગાદીપતિ ભાઈ સાહેબ શ્રી અમરલાલ કરશે.
તા. ૮ મી એ રાત્રે ૮ કલાકે શીશમહલ અમરધામના પૂર્વ ગાદીપતિ પૂજ્ય ભાઈ સાહેબ મોહનલાલ સાહેબજીના જન્મદિન નિમિતે બહેરાણા સાહેબનો કાર્યક્રમ યોજાશે. તા. ૯ મી ના રોજ રાત્રે ૮ કલાકે ભંડારો (લંગર) રાત્રે ૧૦.૩૦ કલાકે રારદપૂનમ પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ત્રિદિવસીય કાર્યક્રમની પૂર્ણાહિતિ કરવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ, સેક્રેટરી રાજુભાઈ, ખજાનચી શંકરભાઈ, તથા ચંદ્રકાંતભાઈ, હરેશભાઈ, કનૈયાલાલ અને સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ