Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ શહેરમાં પંજાબી સમાજ દ્વારા રાવણનું દહન કરાયું.

Share

નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં વિજયા દશમીના પર્વની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદમાં પંજાબી સમાજ દ્વારા બપોરે સંતરામ મંદિરના પટાંગણમાંથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

પંજાબી સમાજ દ્વારા યોજાયેલ શોભાયાત્રામાં દાંડિયા રાસ, વિવિધ વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. ઘોડાવાળા રથ પર સવાર થઈ યુદ્ધ લડતાં હોય તેવું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડુમરાલ બજાર, સમડી ચકલા, દેસાઈવાળી થઈ ચકલાસી ભાગોળ થઇ હેલીપેડ પર પહોંચી હતી.
સાંજના સાત વાગ્યાના સુમારે નડિયાદ હેલીપેડના ગ્રાઉન્ડમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દર્શન નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

નડિયાદમાં ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા ભારે ભીડ જોવા મળી હતી. આદિવસે શુભ મુહૂર્તના લોકોને નવા વાહનોની ખરીદી કરી હતી. લોકોએ શુભ મુહૂર્તમાં વાહનોની ખરીદી તેમજ પૂજા કરવામાં આવી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ : મોસાલી બજારમાં આવેલ કેબીનોના પાછળના ભાગમાં કચરામાં અચાનક આગ લાગી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં.

ProudOfGujarat

બેંગલુરુ કોર્ટ દ્વારા કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાનું ટવીટર હેન્ડલ બ્લોક કરતાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રતિક્રિયા.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશના કોંગ્રેસ સેવાદળનાં ભરૂચ નિવાસી સંગઠક સોમચંદ મકવાણાને ગુજરાત રાજ્યના સેવાદળના સૌ સૈનિકોએ શ્રદ્ધાંજલિ અર્પી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!