Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : વિજયા દશમી પર્વ નિમિત્તે મહેમદાવાદ ખાતે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમ યોજાયો.

Share

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ધર્મરક્ષા યુવાશક્તિ સમિતિ દ્વારા સ્વામિનારાયણ મેદાન મહેમદાવાદ ખાતે વિજયા દશમી પર્વ નિમિત્તે “મહા શસ્ત્રપૂજન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિજયા દશમીના “વિજ્યોત્સવ” દિને સમાજ સંગઠિત, નિર્ભિક, પરાક્રમી બને અને પોતાની ગૌરવશાળી પરંપરાઓથી પરિચિત થાય તેવા હેતુથી શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement

આ પ્રસંગે દંડી આશ્રમ – ડાકોરના ગાદીપતિ મહંત શ્રી વિજયદાસજી બાપુ દ્વારા સંકટોને માત આપી રાષ્ટ્ર વિજયી કરવાની ભાવના જન્માવતા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવા શક્તિ સમિતિ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગોતમ ભાઈ ચોહાણ, જીલ્લા પંચાયત સભ્ય નટવર સિંહ ચોહાણ, અજિતભાઈ ડાભી, એ. પી. એમ. સી. ચેરમેન રમણભાઈ ચોહાણ તથા અજબ સિંહ ડાભી, દોલત સિંહ ડાભી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વરનાં સુરતી ભાગોળનાં ખખડધજ રસ્તા બાબતે સ્થાનિક લોકો દ્વારા ઢોલ નગારા વગાડી રેલી કાઢી અનોખો વિરોધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ ચાવજની આનંદ નિકેતન સ્કૂલ ખાતે યોજાયો.

ProudOfGujarat

ખતરોં કે ખિલાડી 14: ક્રિષ્ના શ્રોફ મજબૂત દાવેદારોમાંના એક તરીકે ઉભરી આવ્યા!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!