સમાજસેવી સંસ્થાઓ તથા સમાજસેવામાં જોડાયેલા વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરી બ્રહ્માકુમારી સંસ્થાએ સાક્ષરનગરી નડીઆદનું ગૌરવ વધાર્યું છે. ઉપરોક્ત શબ્દો ઉચ્ચારતાં સમારંભના મુખ્ય મહેમાન દેવાંગભાઈ પટેલે (ઈપ્કોવાલા) પોતાના ઉદ્બોધનમાં મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ યાદ કર્યા. સમાજસેવા પ્રભાગના અભિયાનના સમાપન માટે સંસ્થાએ નડીઆદ સ્થાન પસંદ કર્યું તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો. સમાજ સેવા કરવા માટે આપણે પ્રયત્ન કરતા જ રહેવું જોઈએ તેની શક્તિ પરમાત્મા આપે છે.
આઝાદીના અમૃત મહોત્સવની સંસ્થા દ્વારા વિવિધ ઉજવણી પૈકી સમાજસેવા પ્રભાગનું એક ભવ્ય સંમેલન ૨ ઓક્ટોબરે બ્રહ્માકુમારીઝ પ્રભુ શરણમ્માં ઓડીટોરીઅમમાં યોજાયું જેમાં નડીઆદની સમાજ સેવી સંસ્થાઓ તથા સમાજ સેવકોનું સન્માન સાથે સમાજ પરિવર્તન કે લિયે ઈશ્વરીય યોજના અભિયાનના સમાપનનો કાર્યક્રમ સંપન્ન થયો. ઉપક્ષેત્રિય સંચાલિકા બ.કુ. પૂર્ણિમા દીદી દ્વારા પધારેલ મંચસ્થ મહેમાન, સન્માનીય મહાનુભાવો તથા અભિયાન યાત્રી સહિત સર્વેનું સ્વાગત કર્યું.
જીવનને સદાકાળ માટે સુખ-શાંતિથી ભરપૂર કરવા સ્વયંનો અને પિતા પરમાત્માનો સત્ય પરિચય હોવો જરૂરી છે. સંસારમાં રહેવા છતાં સંસારથી ન્યારા રહીશું તો આપણો સમય સેવા માટે અવશ્ય આપી શકાશે. સ્વર્ણિમ વિચારો દ્વારા સ્વર્ણિમ સંસારની રચના શક્ય છે – એવું મન્તવ્ય સમાજસેવા પ્રભાગના ચેરપર્સન રાજયોગિની સંતોષદીદીએ જણાવ્યું (મા.આબુ). સમાજ પરિવર્તન કે લિયે ઇશ્વરીય યોજના અભિયાનનું લક્ષ્યસમાજસેવાપ્રભાગના નેશનલ કો-ઓર્ડિનેટર બ.કુ.અવતારભાઈએ બતાવ્યું કે એક સમય એવો હતો જ્યારે સમાજમાં દૈવી સંસ્કૃતિ અને દૈવી સંપદા હતી જ્યારે આજે પરિસ્થિતિ વિપરિત છે આવા સમયે સ્વયં પરમાત્મા ફરીથી દૈવી સંસ્કૃતિના નિર્માણ અર્થે દિવ્ય કર્તવ્ય કરી રહ્યા છે.
સમાજસેવા પ્રભાગના એડીશનલ ચેરપર્સન બ.કુ.વંદનાદીદીએ અભિયાન દરમ્યાનના મુદ્દાઓને સ્પષ્ટ કરતાં કહ્યું સમાજમાં લોકો વ્યસન મુક્ત થવા ઈચ્છે છે પરંતું મનોબળ કમજોર છે. આ માટે રાજયોગનો અભ્યાસ મદદરૂપ બને છે. ગરીબી ઓછી કરવા માટે કર્મયોગી જીવનથી કર્મ શ્રેષ્ઠ બનવાની સમજ સાથે બેટી બચાઓ-બેટી પઢાઓના જાગૃતિ સાથે કુરીતિઓ કુરીવાજોથી સમાજને મુક્ત કરવાની અનેકવિધ સંદેશ લઈને અભિયાન ભારતભરના સેંકડો ગામડાઓ તથા શહેરો સુધી પહોંચી સફળતા પૂર્વક સંપન્ન થયું.
નગિનભાઈએ (પ્રમુખશ્રી,ચરોતર મોટી સત્યાવીસ પાટીદાર સમાજ) શુભેચ્છા આપતાં કાકા કાલેલકર જેઓ ગુજરાતના સમાજ સેવી હતા તેમના વાતોની સ્મૃતિ અપાવી કે પગે ચાલો એ પ્રવાસ કહેવાય, હ્રદયથી ચાલો તે યાત્રા કહેવાય અને સમુહમાં ચાલો તે સમાજ કહેવાય. તેમને તેઓના સમાજની વિવિધસામાજિક પ્રવૃત્તિઓની માહિતી આપી. સંતરામ મંદિરથી પધારેલ ૫.પૂ.મોરારીદાસ મહારાજે આશિર્વચન આપતાં કેટલીક સુંદર શીખ આપી હતી. તેઓએ સંસ્થાની પ્રશંશા કરતાં જણાવ્યું કે વ્યક્તિને સમાજમાં કેવી રીતે જીવવાનું છે તેનો માર્ગ સંસ્થા દ્વારા બતાવામાં આવે છે. નડીઆદને અનેકવિધ
સંસ્થાઓનો સ્પર્શ પ્રાપ્ત થયો છે જેથી નડીઆદની સુગંધ ચોતરફ પસરાય છે. સમાજમાં પરિવર્તન જરૂરી છે પરંતુ પરિવર્તન લાવવા માટે જોઈએ છે ઈશ્વરીય યોજના જે ઈશ્વરનેસાથે રાખીનેજશક્યછે.તેઓએ સર્વ સન્માનનિય સંસ્થાઓ અને વ્યક્તિઓની સેવાને બીરદાવી.
કાર્યક્રમમાં અનેક નગર અગ્રણીઓ દીપ પ્રજ્વલન વિધિમાં સહભાગી રહ્યાં. સમાજસેવા વિભાગ તથા બ્રહ્માકુમારીઝ નડીઆદ દ્વારા સન્માનવિધીમાં સર્વ પ્રથમ નડીઆદની શીરમોર સંસ્થા એવી શ્રી સંતરામ મંદિર તથા અન્ય સંસ્થાઓ હિન્દુ અનાથ આશ્રમ, હરિ ઓમ આશ્રમ, બાલકનજી બારી, બધિર વિદ્યાલય, અંધજન મંડળ, નિરાંત સેવાશ્રમ, જય માનવ સેવા ટ્રસ્ટ, બાપુલાલ ચેરીટેબલ ટ્રસ્ટ, આત્મસિદ્ધિ શાસ્ત્ર રચનાભૂમિ, બ્રહ્મર્ષિ સંસ્કાર કેન્દ્ર તથા વ્યક્તિવિશેષમાં ડૉ.કીરીટભાઈસુતરીયા,નાગરભાઈદેવજીભાઈપ્રજાપતિ, ધર્મેશભાઈદવે, ચંદુભાઈ પટેલ-યોગાચાર્ય,દિનેશભાઈ મહેતા, શિલાબેન એસ શાહ, શારદાબેન કે નિરોલાજી, કુ.મુસ્કાન એ. શેખ, ડૉ. દિપ વિનોદભાઈ પટેલનું સન્માન સ્ટેજના મહેમાનોનો હસ્તે સંપન્ન થયું.
નરેશ ગનવાણી : નડિયાદ