Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ એક્ષપ્રેસ હાઇવે પરથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

Share

નડિયાદ એક્ષપ્રેસ હાઈવે ઉપરથી પિકઅપ ડાલામાં ભરેલા ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને નડિયાદ એલસીબીએ ઝડપી પાડયો છે.

ખેડા નડિયાદમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે એલસીબી પોલીસ દ્વારા દારૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉપર વોચ રાખવામાં આવેલી હોય જે તપાસ દરમિયાન તારીખ 25 ના રોજ એલ.સી.બી પી.આઈ એ.વી પરમારને બાતમી મળેલ કે એક સફેદ કલરના પીકઅપ ડાલા રજી.નં. GJ-36-T 6478 ને વડોદરાથી નડીયાદ નીકળવાના ટોલ પ્લાઝા પાસે રોકી તેમાં બેઠેલ ઇસમ જયન ઉર્ફે બોડો સાયરસિંહ માવી રહે.ગલાલીયા વાડ, નદી ફળીયું તા.જી.દાહોદ નાઓને ઉક્ત નંબરવાળા પીકઅપ ડાલામાં વિદેશી દારૂના ક્વૉટર નંગ-૫૦૪૦ કિ.રૂ.૫,૦૪,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૧૨૦ કિ.રૂ.૧૨૦૦૦/- તથા મો.ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૫૫૦/- તથા પીકઅપ ડાલાની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૦,૧૭,૦૫૦/- ના પોતાના કબ્જા ભોગવટામાં વગર પાસ પરમીટના મુદ્દામાલ સાથે મળી આવતા પકડી અટક કરી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પણ નડિયાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં નબીપુર તાલુકાના કરગટ ગામમાં થયેલ 4 લાખની લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

મહિલાઓ ની એકલતાનો લાભ લઇ તસ્કરો એ ગાડી નો કાચ તોડી બેગ ની ઉઠાંતરી કરી, રોકડા રૂપિયા સહિત સોનાના સામાનની ચોરી

ProudOfGujarat

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!