આસો નવરાત્રિ આઠમ એટલે દુર્ગાષ્ટમી. આ દુર્ગાષ્ટમી પર્વનું વિશેષ માહાત્મય હોય છે. નડિયાદ શહેરના ખોડિયાર મંદિર સહિત માઇમંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડયા પડયા હતા. મંદિરમાં માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ પર્વ નિમિતે ઠેર ઠેર હવન, નવૈધ, નવચંડીયજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નગરના ચકલાસી ભાગોળ વિસ્તારમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. માતાજીના દર્શનનો લાભ લઇને ભકતોએ ધન્યતા અનુભવી હતી. ખેડા, માતર, મહેમદાવાદ, મહુધા ઠાસરા સહિત સમગ્ર જિલ્લાના માઇમંદિરમાં અષ્ટમી પર્વ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement