Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ચા લેવા જતા ગાય વચ્ચે આવતા અક્સ્માત, એકનું મોત.

Share

ખેડાના પરા દરવાજા વણજારા વાસમાં રહેતા રાહુલકુમાર વણજારા ફોઇના દિકરા હસમુખભાઇ બજારમાં ચા લેવા જતા હતા. તે સમયે દેદરાડાના ભાવિનભાઇના ફાર્મ હાઉસ નજીક પહોંચતા રોડની સાઇડમાંથી એક ગાય અચાનક રોડ પર આવી જતા રાહુલે બાઇકને એકદમ બ્રેક મારતા બાઈક સ્લીપ થઇ ગઇ હતી. જેને પગલે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. બંને યુવકોને ઇજા થઇ હતી. જેને પગલે આસપાસના લોકો આવી ગયા હતા અને તેમણે 108 ને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ આવતા ફરજ પરના તબીબે હસમુખભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. મૃતક હસમુખભાઇની ખેડા સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં પાંચેય તાલુકાઓમાં કોરોના પોઝિટીવ દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરમાં કુલ-૯૨૮ બેડની ઉપલબ્ધ કરાયેલી સુવિધા.

ProudOfGujarat

ભરૂચ : રિલિફ ટોકીઝ સામે લૂંટ કરનાર ત્રણ ઇસમોને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ…

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદની જૈન સમાજ વિરોધી ટિપ્પણી સામે અંકલેશ્વર મામલતદારને પાઠવાયું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!