નડિયાદ શહેરના સંતરામ મંદિરના પટાંગણમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આજે દુર્ગાષ્ટમી નિમિત્તે વિશેષ પૂજા અર્ચના યોજાઈ.
નડિયાદ શહેર સહિત જિલ્લામાં ૨૫૦ ઉપરાંત બંગાળી પરિવાર રહે છે અને નડિયાદ શહેરમાં ૧૫૦ ઉપરાંત પરિવાર રહે છે. શહેરના બંગાળી સમાજના શારદિયા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૬ વર્ષથી નગર સંતરામ મંદિરના પટાંગણમાં પંડાલમાં આસો નવરાત્રિના છઠ્ઠના દિવસે દુર્ગાપૂજા મહોત્સવ ઊજવાય છે. છઠ્ઠા નોરતાંના દિવસે શનિવારે પંડાલમાં દુર્ગા માતાજીની સ્થાપના કરી હતી. તા.૫ એ બુધવારે અન્નકૂટોત્સવ યોજાશે. તા. ૬ એ બપોરે શોભાયાત્રા નીકળશે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ