આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી-ગાંધીનગર દ્વારા નવલી નવરાત્રીના મહોત્સવમાં મતદાન બાબતે લોક જાગૃતિ કેળવાય તે માટે જુદી-જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે. આ અન્વયે ખેડા જિલ્લામાં ૧૧૬-નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં નડિયાદ-પીપલગ રોડ પર આવેલ યોગીફાર્મ ખાતે ગરબા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.એલ. બચાણીએ હાજરી આપી હતી. કલેક્ટરએ કાર્યક્રમના સ્થળે ઈવીએમ – વીપેટ નિદર્શન કામગીરીનું નિરીક્ષણ કર્યુ. સાથે સાથે ખેલૈયાઓને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા સંકલ્પ પત્રનું વાંચન કરાવી અનુરોધ કર્યો.
આ પ્રસંગે નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક બાજપઈ, નાયબ મામલતદાર શ્રી પઠાણ, નડિયાદ નગરપાલિકા સભ્ય સંજયભાઈ પટેલ, અગ્રણી દેવેન્દ્રભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, ઈવીએમ – વીપેટ નિદર્શન ટેક્નિકલ ટીમ તથા મોટી સંખ્યામાં નડિયાદ શહેરના ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ