Proud of Gujarat
INDIAFeaturedGujarat

ડાકોર રોડ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

Share

ઠાસરામાં નર્મદા વસાહત કોલોનીના બ્લોક સી મકાન નંબર 13 માં રહેતા હિરેનભાઈ સુરજીભાઈ વસાવા ગતરોજ સવારે એકટીવા લઇને ઠાસરાના ડાકોર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુરાપાટે આવતી વેગેનાર કારના ચાલકે ઉપરોક્ત એકટીવાને પાછળથી ટક્કર મારી હતી. જેથી એકટીવા ચાલક હિરેનભાઇ વાહન ઉપરથી રોડ ઉપર પડ્યા હતા.

હિરેનભાઈને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તુરંત 108 એમ્બ્યુલન્સ મારફતે ઠાસરાના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. જોકે ઘવાયેલા હિરેનભાઈની હાલત નાજુક હોવાના કારણે તેઓને વધુ સારવાર અર્થે કરમસદની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે હિરેનભાઈને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં લેન્ડ લુઝરોને નોકરીમાં ન લેવાનો વિવાદ વકરતા ચકચાર…

ProudOfGujarat

ભરૂચ રજપૂત કરણી સેનાના કાર્યકરોએ સિનેમા સંચાલકો ને ફિલ્મ ન દર્શાવવા બદલ ગુલાબ ના ફુલ આપી આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

ભરૂચમાં લોકસભા ચૂંટણી-2024 મત ગણતરી કેન્દ્રની પોલીસ અધિક્ષક મુલાકાત લેવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!