Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ-ખેડાના ઉપક્રમે છેલ્લા ત્રણ માસમાં થયેલ કામગીરીની સમીક્ષા માટે ડી.એલ.એ.સી. બેઠક યોજાઇ.

Share

જિલ્લા કલેક્ટર કે. એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે કેન્દ્ર સરકારના ઈટ રાઈટ ચેલેન્જ અંતર્ગત ઇટ રાઈટ નડિયાદ-ખેડાના ઉપક્રમે છેલ્લા ત્રણ માસમાં થયેલ કામગીરીની સમીક્ષા માટે ડી.એલ. એ.સી. બેઠક યોજાઇ.

આ બેઠકમાં જૂનથી ઓગસ્ટ 2022 દરમિયાન ખાના કાર્યો અંતર્ગત રજીસ્ટ્રેશન લાઇસંસિંગ ડ્રાઇવ, ઇન્ફોસમેન્ટ સેમ્પલિંગ, જપ્ત કરેલ ખાદ્ય જથ્થો, વી.વી. આઇ. પી. ફૂડ સેફ્ટી, સ્પેશિયલ ડ્રાઇવ, ખાદ્ય સુરક્ષા અંગેના જનજાગૃતિ કાર્યક્રમો વગેરે અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 708 ધંધા ધારકોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના લાયસન્સ આપવામાં આવ્યા છે. નવા લાયસન્સ ધારકોની સાથે સાથે જુના લાયસન્સ ધારકો તથા લાયસન્સ રીન્યૂલની અરજીનું ઓથેન્ટિકેશન યોગ્ય રીતે થાય તે માટે એક સુદ્રઢ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કલેક્ટરએ અનુરોધ કર્યો.

Advertisement

જિલ્લામાં એન્ફોર્સમેન્ટ સેંપલિંગમાં પરીક્ષણ કરાયેલ 89 સેમ્પલમાંથી 3 સબ-સ્ટાન્ડર્ડ તથા 7 મિસ-બ્રાન્ડેડ ખાદ્ય પદાર્થોના સેમ્પલ મળી આવ્યા હતા જેના સ્ટોક જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ મુદ્દે જપ્ત થયેલ જથ્થાની સપ્લાય ચેઈનના મૂળ સુધી પહોંચવા પોલીસનો સહકાર લઈ યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરએ જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન તથા આગામી તહેવારોના દિવસોમાં બજારૂ ખાણી-પાણીનું ચલણ વિશેષ વધી જતું હોવાથી ખોરાક સુરક્ષાની ટીમની જવાબદારી વધી જતી હોય છે. આ દિવસો દરમિયાન ટીમ દ્વારા યોગ્ય કામગીરી થાય તથા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે ઝડપી કાર્યવાહી કરી કડક પગલા લઈ ઉદાહરણ બેસાડવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર તન્વીબેન પટેલ, જિલ્લા ફૂડ એન્ડ સિક્યોરિટી ઓફિસના અધિકારી સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ગોધરા ખાતે સ્વાતંત્ર્યદિન ઉજવણી કાર્યક્રમનું રિહર્સલ યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : ભૂખી ખાડીનો બ્રિજ આજથી વાહનો માટે ચાર દિવસ રહેશે બંધ.

ProudOfGujarat

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!