નડિયાદમાં શ્વેતાંબર જૈન સંઘ દ્વારા આજે ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.
બુધવારે નડિયાદના આંગણે ૮૨ દિવસ મહા મંગલકારી ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પૂ.આ.ભ. દર્શનવલ્લભસુરિશ્વરજી મહારાજ અને પૂ.સા.નિર્મલગુણાશ્રીજી મ.સા.આદિ ઠાણાની નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગજરાજ, ઘોડા, ઊંટગાડી, પુનેરી ઢોલ, શહેનાઈ વાદકો, બેન્ડવાજા સહિત 35 બગીઓ જોડાઈ હતી.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા સવારે આ શોભાયાત્રાનુ પ્રસ્થાન કિડની હોસ્પિટલ પાસે આવેલ સુપાશ્વનાથ જૈન દેરાસરથી નીકળી અને નગરના રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં વિવિધ મંડળીઓ અને હિંમતનગરના બેન્ડે આકર્ષક જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ