ઝઘડીયાથી અંબાજી જતી એસટી બસ એ ડાકોર – કપડવંજ રોડ પર દાજીપુરા પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એકાએક રોડ ઉપર ભેંસ આડી ઉતરતાં એસટી બસના ચાલકે આ પશુને બચાવવા જતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડની કાંસમા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર ૪૫ મુસાફરોનો જીવ તાળવે ચોટ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ થઈ નહોતી. પરંતુ આમાથી ૪ જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં હતા. આ બસની પાછળ અન્ય અંબાજી જતી બસ આવતાં ઉપરોક્ત બસના તમામ મુસાફરોને આ બસમાં બેસાડી રવાના કર્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement