Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : આગળ ચેકિંગ છે તેમ કહી વેપારીના દાગીના તફડાવ્યા.

Share

નડિયાદ શહેરના પશ્ચિમમાં 70 વર્ષીય વૃદ્ધ સાથે છેતરપિંડીની ઘટના બની છે. ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે, તમને ખબર નથી, આ સોનાની ચેન અને વીંટી ઉતારી નાખો, તેમ કહી બે ગઠિયા વૃદ્ધે ઉતારેલા રૂા.1.75 લાખના સોનાના ઘરેણા તફડાવી છુમંતર થઈ ગયા હતા. નડિયાદના અશોકભાઈ પંજાબી અમદાવાદમાં સાડીનો વ્યવસાય કરે છે.

સોમવારે તેઓ માઈ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન લાલવાણી સ્ટોર્સ પાસે ઉભેલા બે અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા. અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અહીં ડ્રગ્સનું ચેકિંગ ચાલે છે, તમને ખબર નથી, તમે પહેરેલી સોનાની વીંટીઓ અને ચેઈન ઉતારી નાખો તેમ કહી હાથ ચાલાકીથી રૂા.1.75 લાખના સોનાના ઘરેણા લઈ સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે અશોકભાઈને સીસીટીવી ફુટેજ બતાવ્યા છે. પરંતુ તેઓની ઉંમર વધારે હોય તેઓને ગઠિયા કેવા હતા, તે યાદ નથી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

શહેરાનગરમા કેરીરસની ધમધમતી હાટડીઓ પર આરોગ્ય વિભાગ ક્યારે તપાસ હાથ ધરશે?

ProudOfGujarat

વડોદરા ખાતે INOXCVA એ ક્રાયોજેનિક સ્ટોરેજ ટેન્કના ઉત્પાદનની સુવિધા સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા

ProudOfGujarat

રાજપીપળા : છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ-૪૩ મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં સૌથી ઓછો-૨૪ મિ.મિ. વરસાદ નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!