Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ તાલુકાના સલુણવાટા સીમમાં ફાર્મહાઉસમાં ચોરી થતાં ચકચાર.

Share

નડિયાદ તાલુકાના ખુશાલપુરા સલુણવાંટા ગામની સીમમાં રહેતા જૈમીનકુમાર બિપીનચંદ્ર પટેલ પોતે કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેઓનુ અહીયા સીમમાં ફાર્મ હાઉસ આવેલું છે. જૈમીનકુમાર પરિવાર સાથે આ ફાર્મ હાઉસના મકાનમાં રહે છે. ગત ૨૫ મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના આઠથી દસ વાગ્યાની વચ્ચે તેમના ઘરમા ચોરીના બનાવથી ચકચાર મચી છે. તેઓ પોતાના પરિવાર સાથે રાત્રિના જમણવારમાં વ્યસ્ત હતા. આ દરમિયાન તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ લોકરની અંદરથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 1 લાખ 95 હજારની ચોરી કરી ફરાર થયા છે. ફાર્મ હાઉસ પર લગાવેલ સીસીટીવીમાં જોતા અજાણા બે ઈસમો દેખાયા હતા.

જૈમીનકુમાર લગભગ દસ વાગ્યાની આસપાસ પોતાના ઉપરના માળે આવેલ રૂમમાં જતાં દરવાજો અંદરથી બંધ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે તેઓ સમજ્યા કે શરત ચૂકથી કોઈ કારણોસર આ દરવાજો અંદરથી બંધ થઈ ગયેલ હોય તેમ લાગે છે. અન્ય ચાવી વડે દરવાજો ખોલી જોતા રૂમમાં તિજોરીનો સામાન વેરણછેરણ પડેલો હતો. ઉપરાંત પાછળની બારીનું લોક પણ તૂટેલી હાલતમાં હતું. જૈમીનકુમારે પોતાના ફાર્મ હાઉસ પર લગાવેલ સીસીટીવીમાં જોતા અજાણ્યા બે ઈસમો ઉપરોક્ત સમયગાળા દરમિયાન નિસરણી વડે મકાનના પાછળની બારીનું લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી આચરી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં આજે ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિવિધ રમતની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

નર્મદાના દેવલિયા-બોડેલી રોડ પર પ્રવાસે આવી રહેલા પાટણના ભૂલકાઓ પર મધ માખીના ઝુંડનો હુમલો:10 વિદ્યાર્થીઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ખાતેથી ટ્રકમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ભરી લઇ જતી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!