જિલ્લાભરમાં ઠેરઠેર શેરી ગરબાનુ આયોજન થકી નવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે. નડિયાદ શહેરમાં આવેલ માઈ મંદિરમાં પણ પરંપરા મુજબ નવરાત્રીની ઉજવણી થનાર છે. જેમાં પ્રથમ નોરતા તા.૨૬ સપ્ટેમબરને સોમવારે સ્થાપન,અખંડ જયોત સ્થાપાન કરવામાં આવી છે. તા. ૩૦ મી સપ્ટેમ્બરેના રોજ લલીતા પંચમીની ઉજવાશે. ૩ ઓકટોબર સોમવારના રોજ આઠમની ઉજવણી કરાશે. તા.૪ થી ઓકટોબરને નોમની ઉજવણી કરાશે.૫ ઓકટોબરના રોજ દશેરાની ઉજવણી થશે.
શહેરના ઉત્તરસંડા રોડ પર આવેલ અંબા આશ્રમ ખાતે પણ નવરાત્રીની ઉજવણી થનાર છે. નડિયાદ સહિત જિલ્લાભરમાં આવેલ તમામ નાના મોટા મંદિરોમાં નવરાત્રી પર્વની ઉજવણીનુ આયોજન કરાયું છે. ખેડામાં આવેલ મેલડી માતાના મઢે નવરાત્રીની ઉજવણીનુ આયોજન કરાયુ છે. જયારે નગરના અનેક સ્થળોએ શેરી ગરબાનુ આયોજન કરાયુ છે.
Advertisement
નરેશ ગનવાણી : નડિયાદ