ઉમરેઠ ખાતેની ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરત લઇને ફરતી સ્કુલવાનને ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતાં વાહનમાં વાન ઘુસી ગઇ હતી. જેના કારણે વાન ચાલક સહિત ચાર બાળકોને વધતી ઓછી ઇજાઓ થતાં તાત્કાલીક સારવાર માટે ડાકોર સરકાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સ્કુલવાનમાં પંદર જેટલા બાળકો હતા. જોકે અકસ્માત થતાં બાળકોએ ચીસાચીસ કરી મુકી હતી. જેથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઘવાયેલા તમામ બાળકો બહાર કાઢયા હતા. ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલ વાન ચાલકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સદનસીબે બાળકોને કોઇ વધુ ઇજા થઇ નહતી જેથી સૌ કોઇને રાહત થઇ છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement