ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર નડીયાદ એલ.સી.બી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા બાતમી આધારે પીપળીયા ગામ તરફથી એક વ્હાઇટ કલરની ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને સાંગોલ ગામ તરફ આવતી હોય જેને એક સી.ડી.ડીલક્ષ બાઇકની પાયલોટીંગ કરી રહેલ હોય જે બંન્ને વાહનોને પીપળીયાથી સાંગોલ તરફ જવાના નર્મદા કેનાલના નાળા ઉપરથી (૧) ગોપાલભાઇ કાન્તિભાઇ જાદવ રહે.ફેરકુવા, ઠાસરા (૨) શૈલેષકુમાર નટુભાઇ પરમાર રહે.ઠાસરા (૩) કમલેશભાઇ ઇશ્વરભાઇ ભોઇ રહે.પીપળીયા, ગળતેશ્વર પકડવાના બાકી આરોપીઓ (૪) કલ્પેશકુમાર ઉર્ફે કલ્પો કાન્તિભાઇ પરમાર રહે.દોલતપુરા,ગળતેશ્વર જી.ખેડા (દારૂ ભરી આપનાર) (૫) સુનીલકુમાર નટુભાઇ પરમાર રહે.ઠાસરાની (દારૂ મંગાવનાર)
ઝડપી પાડી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતની વિદેશી દારૂની ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૨૪૦૦ કિં.રૂા-૨,૪૦,૦૦૦/- તથા મારૂતિ વ્હાઇટ ઇકો ગાડી કિ.રૂા.૨,૫૦,૦૦૦/-, સી.ડી.ડીલક્ષ બાઇક કિ.રૂા.૨૫,૦૦૦/ આરોપીઓની અંગઝડતીના રોકડા રૂપિયા-૪૮૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂા.૧૦,૫૦૦/- મળી કુલ્લે કિ.રૂા.૫,૨૫,૯૮૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી સેવાલીયા પોલીસ સ્ટેશન પ્રોહિધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ
વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.
Advertisement