Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : દહેજના ભૂખ્યા સાસરિયાં સામે પરિણીતાએ કરી ફરીયાદ.

Share

નડિયાદ પાસે આવેલ પીજગામમાં રહેતી ૩૯ વર્ષીય મહિલાના ૨૦૧૯ માં આણંદ જિલ્લાના વડોદમાં મોગર રોડ પર જેતલપાર્ક સોસાયટીમાં રહેતા નયન દિનેશભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ એકાદ વર્ષ લગ્નજીવન સુખમય ચાલ્યું હતું. જોકે તે બાદ પતિ અને સાસુ દ્વારા ઘરના કામકાજ, રસોઈ, વાસણ ધોવા બાબતે અવારનવાર મહેણા ટોણા મારી, દસ તોલા સોનુ લઈ આવજે તો જ ઘરમાં રહેવા દેવામાં આવશે, કહી ત્રાસ ગુજારતા હતા. બાદમાં પરિણીતાને મીસકેરેજ થઈ જતા પતિ દ્વારા મારઝૂડ કરાતા ગત નવેમ્બર માસમાં તે પિયર જતી રહી હતી. ફેબ્રુઆરીમાં સાસરીયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે અરજી આપતા સાસરીયાઓએ હવેથી ત્રાસ નહીં ગુજારીએ તેમ કહી સમાધાન કરી પરિણીતાને તેડી ગયા હતા. જોકે તે બાદ પણ પતિ અમારા પટેલ સમાજમાં છોકરી કેટલો બધો કરીયાવર લઈને આવે છે તેમ કહી ફરીથી દસ તોલા સોનાની માંગણી કરી દિયર દ્વારા મહેણા ટોણા મારી પહેલા જેવો જ ત્રાસ ગુજારવામાં આવતા પરિણીતા પોતાના પિયર જતી રહી હતી અને આ મામલે પતિ, સાસુ અને દિયર સામે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

કોઈ ના કારણે, કોઈના સંબંધો, કોઈની સાથે બગડે છે જાણો કેમ ? સમાજના આગેવાનો રાજકારણીઓ અને મોભીઓની અટકાતી કંકોત્રીઓ જાણો કેમ મને ક્યાં ?

ProudOfGujarat

માંગરોળ અને નાની નારોલી ગામે વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને પોલીસે ઝડપી લીધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!