Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ૩૬ મી નેશનલ ગેમ્સની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ.

Share

આગામી ૩૬ મી નેશનલ ગેમ્સમાં ખેડા જિલ્લાના ૮૦૦૦ પ્રેક્ષકોને અમદાવાદ લઇ જવાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાના તમામ સંકલનના અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી. બેઠકમાં જિલ્લા કલેકટરએ નેશનલ ગેમ્સમાં ખેડા જિલ્લામાંથી ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે પરીવહન, રોકાણ, ભોજન, વાહન વ્યવસ્થાપન અને પાર્કિંગ સહિતની સુચારુ વ્યવસ્થાઓ પૂરી પાડવા જિલ્લાના સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ૩૬ મી નેશનલ ગેમ્સનું ઉદઘાટન થવાનું છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લામાંથી ૮૦૦૦ પ્રેક્ષકો અમદાવાદ લઇ જવા કુલ ૧૫૦ બસ ફાળવવામાં આવેલ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા એસપી રાજેશભાઈ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસર, મામલતદારઓ સહિત અન્ય સંકલન અઘિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ તાલુકાના વેરાકુઈ ખાતે જલારામ જયંતિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ – બે કિશોરો ડૂબી જવાનાં બનાવ અંગે ભરૂચ જિલ્લા કોગ્રેસ સમિતિએ શોકની લાગણી વ્યક્ત કરી બિલ્ડરો સામે કાયદેસરના પગલાં ભરવાં માંગ કરતો આવેદનપત્ર પાઠવ્યું

ProudOfGujarat

સુરતનાં ડીંડોલીમાં સગીરાની એકલતાનો લાભ ઉઠાવી યુવકે દુષ્કર્મ આચર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!