Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે પર્યાવરણ પર ડિબેટ યોજાશે.

Share

યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન્સ ઓન ક્લાયમેટ ચેન્જ (UNFCCC) જે વૈશ્વિક લેવલે કલાયમેટ ચેન્જ (જલવાયુ પરિવર્તન) વિશેની પોલીસી વિ. નિર્ધારણનું કાર્ય કરે છે તે પોતાના YOUNGO સંગઠન દ્વારા પ્રતિવર્ષ પર્યાવરણની સુરક્ષા હેતુ દરેક દેશના યુવાનો માટે રાષ્ટ્રિય સ્તરે પરિષદ (LCOY)નું આયોજન કરે છે.

ઉપરોકત યુવાઓ માટેની રાષ્ટ્રિય પરિષદમાં (LCOY) જે તે દેશના પર્યાવરણ પ્રેમી યુવાઓ જેઓ પર્યાવરણ સુરક્ષા હેતુ સક્રિય રૂપે કાર્યશીલ છે તથા પર્યાવરણ અંગે થતી ગતિવિધિઓને જાણવામાં રૂચિ ધરાવતા હોય તેમને આવકારી, તેમની સાથે ચર્ચા-વિચારણાઓ, સંગોષ્ઠિઓ કરી તેઓનાં બહુમૂલ્ય સૂચનો લેવામાં આવે છે. યુવાનોના આવાં સૂચનો મેળવીને તેને યુવાનોની સંસ્થા YOUNGO દ્વારા UNFCCC સુધી પહોંચાડવામાં આવે છે. જેના આધારે વૈશ્વિક ક્ષેત્રે પોલીસીનિર્માણ તથા અન્ય કાર્યવાહી કરવામાં આવે છે.

Advertisement

આ વર્ષે ભારતના લોકલ ચેપ્ટર (LCOY)નું ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ ત્રીદિવસીય કાર્યક્રમનું આયોજન યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન્સ ઓન ક્લાયમેટ ચેન્જ (UNFCCC) ના YOUNGO, સેન્ટર ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન, એનેક્ટ ફાઉન્ડેશન (Centre for Environment Education, Enact Foundation ) તથા બ્રહ્માકુમારીઝ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘યુથ ફોર એડાપ્ટેશન એન્ડ લાસ એન્ડ ડેમેજ (Youth For Adaptation and Loss & Damage)’ ફોરમ હેઠળ બ્રહ્માકુમારીઝ, પ્રભુ શરણમ્ નડીઆદમાં રાખેલ છે, જેમાં ભારતભરના પસંદગી કરેલા ૧૩૦ જેટલા યુવાનો પધારશે. આ ઉપરાંત અનેક યુવાનો આ કાર્યક્રમમાં ઓનલાઈન પણ જોડાશે.
ઉપરોકત કાર્યક્રમમાં વિશેષ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશનના ફાઉન્ડર અને ડિરેકટર પદ્મશ્રી કાર્તિક સારાભાઈ તથા આ ક્ષેત્રના જ્ઞાતાઓ પણ પધારશે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર પંથકમાં થયેલ આઠ જેટલા સાઇબર ફ્રોડને સાયબર ક્રાઇમ સ્કોડે ઝડપી પાડયા.

ProudOfGujarat

વરેડિયા ભૂખી ખાડી ઉપર સમારકામના પગલે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા.

ProudOfGujarat

અંગદાન જીવનદાન : સુરતના કોળી સમાજના બ્રેઇનડેડ મહિલાના પરીવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!