ગુતાલની સરકારી માધ્યમિક શાળા દ્વારા ૨૦ સપ્ટે, ૨૦૨૨ થી લોકભારતી યુનિવર્સિટી સણોસરાના બે દિવસીય શૈક્ષણિક મુલાકાતે છે. જેમાં વિવિધ શૈક્ષણિક સ્થળો અને મહાનુભાવોની મુલાકાત લઈ વિધાર્થીઓની શિક્ષણની સમજને વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રવાસમાં શાળાના ૨૮ પસંદ કરેલા વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષકો ગયા છે. આ પ્રવાસમાં લોકભારતી સંસ્થા સંકુલની વ્યવસ્થાપન પ્રક્રિયા સમજવાનો પ્રયાસ કરવામાં આવશે અને જાણીતા કેળવણીકાર અરુણ દવે અને વિશાલ ભાદાણી સાથે શિક્ષણ ગોષ્ઠિનો ઉપક્રમ યોજાશે.
પ્રવાસના બીજા દિવસે ભાવનગર યુનિ.ના ગુજરાતી ભાષા ભવનની મુલાકાત લઈ ત્યાંના અધ્યક્ષ અને જાણીતા સર્જક ડૉ. મહેન્દ્રસિંહ પરમારનું માર્ગદર્શન લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શૈક્ષણિક પ્રવાસો થકી શિક્ષણને શાળા પરિસર પૂરતું સીમિત ન રાખતા વિદ્યાર્થીઓમાં બહુ આયામી વ્યક્તિત્વ વિકાસનું નિર્માણ કરી શકાય છે. ગુતાલ ખાતે યોજાતી દર મહિનાની વ્યાખ્યાન શ્રેણી થકી વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારની સજ્જતા કેળવાઇ છે.
નરેશ ગનવાણી : નડિયાદ