નડિયાદ ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.
નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા નવીન જિલ્લા પંચાયતના પટેલ હોલમાં સોમવારે બપોરે ૧ ક્લાકે જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સભામાં તા. ૯ જૂન યોજાયેલી સભાની કાર્યવાહી નોંધને બહાલી, માતર તાલુકા પંચાયત કચેરીની નવીન બાધકામ માટે ખૂટતી જમીનના બદલામાં વધુ તાલુકા સીડફાર્મની જગ્યા ફાળવી આપવાનો ઠરાવ સવાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.આ સભામાં પ્રશ્નોતરી દરમિયાન સીંજીવાડા બેઠકના વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા બાબુભાઇ સોલંકીએ એજન્ડા કામન નં. ૫. જિલ્લા પંચાયત ની વિવિધ સમિતિઓની મળેલ સભાની કાર્યવાહી નોંધ બહાલીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલડી ગામમાં નવ પંચાયત ઘર બનાવવામાં આવશે. ખેડા જિલ્લા પંચાયત નડિયાદ નું જૂનું મકાન ઘણી જગ્યાએ જર્જરીત હોય નવું મકાન કલેક્ટર કચેરી નજીક બની ગયું છે એટલે હાલના જુના મકાનમાં નડિયાદ તાલુકા પંચાયતની કચેરી ખસેડવા સભામાં મંજૂરી આપવામાં આવી છે. હાલ જિલ્લા પંચાયતમાં સ્વભંડોળન બેલેન્સ રૂ. ૪ કરોડ ઉપરાંત છે. જેથી પ્રમુખે જિલ્લા પંચાયતના અધિકારીઓ અને સભ્યોનો અભિનંદન પાઠવ્યા હતા. સભામા જિલ્લા વિકાસ અધિકારી મેહલ દવે. જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત શાખાધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ