Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડતાલ સ્વામિનારાયણ મંદિરે 1000 કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલધામમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે પ પૂ ધ ધૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી, સેવાભાવી ભક્ત દ્વિતીબેન દીપેશભાઈ દેસાઈ (રહે. અમદાવાદ – હાલ ઓસ્ટ્રેલિયા) તરફથી જામફળ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેનો હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વડતાલના મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રીહરિએ પોતાનું નિજ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિતો માટે આચાર સંહિતા સમાવ શિક્ષાપત્રી લખી છે. આચાર્યપદની સ્થાપના કરી છે. શ્રીહરિએ વડતાલધામના ચોકમાં ઉભા રહી કહ્યુ છે કે, જે કોઈ મનુષ્ય પ્રતિ પૂર્ણિમાએ આ લક્ષ્મી નારાયણદેવ – શ્રીહરિકૃષ્ણ મહારાજના ભાવથી દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ કરશે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો શ્રીજીનો રાજીપો પ્રાપ્ત કરવા અવનવા ઉત્સવ ઉજવે છે જેમાં અમદાવાદ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ ૧૦૦૦ કિલો જામફળનો અન્નકુટ ધરાવાયો હતો. જેનો નડિયાદ, પીજ, કરમસદ, વિદ્યાનગર, આણંદ, ડાકોરમાં આવેલ ચરોતરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ આશ્રમો, અનાથ આશ્રમો અને મહિલા આશ્રમોમાં જામફળના પ્રસાદનું ૧૩૪૦ વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી. સમગ્ર વ્યવસ્થા શ્યામ સ્વામી, વડતાલધામના સ્વયંસેવકોએ સંભાળી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

વડતાલધામમાં હનુમાનજીનું વિશેષ પૂજન આરતી અને અન્નકૂટ યોજાયા.

ProudOfGujarat

ગુજરાત કેડરનાં આઈ.પી.એસ અધિકારી શ્રી.અતુલ કરવાલ દ્વારા લખાયેલ પુસ્તક “થિંક એવરેસ્ટ – એ કરેજયસ પાથ”ના કાર્યક્રમું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ : મહુવેજ પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી ભોજન સમારંભ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!