ધી નડિયાદ એજ્યુકેસન સોસાયટી સંચાલિત સી બી પટેલ આર્ટસ કોલેજમાં તા.૧૪/૦૯/૨૦૨૨૨ના રોજ કોલેજના યુવા આચાર્ય ડૉ. મહેન્દ્ર દવેના માર્ગદર્શન હેઠળ હિન્દી દીવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તજજ્ઞ વ્યાખ્યાતા તરીકે ડૉ. ધર્મેન્દ્રભાઈ રાઠવા હાજર રહીને હિન્દી વિષયનું મહત્વ, હિન્દી વિષયમાં રહેલી રોજગારીની તકો વિષયકની જાણકારી આપી અને વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમજ આ પ્રસંગે એન એસ એસ યુનિટ ના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. આ પ્રસંગે હિન્દી વિભાગના અધ્યક્ષા ડૉ. રાનીબેન, વિભાગીય અધ્યાપક મિત્રો ડૉ.કલ્પનાબેન ભટ્ટ, ડૉ ચિરાગભાઈ રાજપૂત હાજર એન એસ એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. પ્રકાશ વિછીયા અને ડો. કલ્પના બેન ત્રિવેદી હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં વધુ સંખ્યામાં વિદ્યાથીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્ર દવે મુખ્ય મેહમાન તરીકે હાજર રહી, વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ
નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.
Advertisement