ઉત્તરસંડા આઈટીઆઈમાં ભણતા ઉત્તરસંડાના એક યુવાનનો શહેરના કોલેજ રોડ વિસ્તારમાંથી પસાર થતો હતો દરમિયાન બે બાઈક સવારોએ આગળ સાહેબ ઉભા છે. ચેકીંગ ચાલુ છે કેમ આટલા દાગીના પહેરીને ફરૂ છું. તેમ કહી દાગીના ઉતરાવી દાગીના લઈ છુ થઈ જતા આ મામલે યુવાને નડીયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
નડિયાદ નજીક આવેલ ઉત્તરસંડા જુની ભગતની ખડકીમાં રહેતો ૨૦ વર્ષીય યુવાન ઉત્તરસંડા આઈટીઆઈમાં અભ્યાસ કરે છે. ગત તા.૨૭ મી ઓગષ્ટના રોજ યુવાન એવીએટર લઈને પોતાના મિત્રોને નડિયાદની જે એન્ડ જે કોલેજ મુકવા ગયો હતો. તેને મુકીને પરત આવી રહ્યો હતો. શહેરના સુખસાગર પાર્ટી પ્લોટ પાસે બે ઈસમો એક બાઈક પર ઉભા હતા. જેમણે યુવાનને ઉભો રાખી હાલમાં દરેક જગ્યાએ સોનાનું ચેકીંગ ચાલુ છે, તેમ કહી એવીએટરની ડિકી ચેક કરી હતી. જેમાં કંઈ મળી ન આવતા આટલું બધું સોનુ પહેરીને કેમ ફરે છે, આગળ મોટા સાહેબ ઉભા છે તેમ કહેતા યુવાને શરીર પર પહેરેલ સોનાની લકી, પેન્ડલવાળી ચેઈન, વીંટી મળી આશરે કિંમત રૂ. ૧.૯૫ લાખ કાઢી નાંખ્યું હતું. જેથી બંને ઈસમો નજર ચુકવી સોનુ લઈ ઝડપથી ક્યાંક નાસી ગયા હતા.
યુવાને ઘણા દિવસો સુધી તપાસ કર્યા બાદ પણ ઈસમોનો કોઈ પત્તો ન લાગતા આખરે તેણે નડિયાદ ટાઉન પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ આપતા પોલીસે બંને બાઈકસવારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ