ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર તા.૧૨/૦૮/૨૦૨૨ થી ખેડા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અમલમાં આવેલ. ચૂંટણીપંચ ગાંધીનગરની સૂચના મુજબ તા.૨૧/૦૮/૨૦૨૨ થી કુલ-૪ (ચાર) રવિવારને ખાસ ઝુંબેશના દિવસ તરીકે નિર્ધારીત કરવામાં આવેલ હતા. જેની કામગીરી ગત રવિવારે પૂર્ણ થયેલ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જિલ્લામાં વિવિધ કામગીરી માટે કુલ-૩,૩૦,૭૭૮ ફોર્મ બી.એલ.ઓ. મારફતે અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પર મેળવવામાં આવ્યા છે. નવા મતદારોના નામ નોંધાવવા માટે કુલ–૨૫,૫૨૬ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. જે પૈકી ૧૮ – ૧૯ વયજુથના યુવાનો કે જેઓ મતદારયાદીમાં પ્રથમવાર નામ દાખલ કરવા માટે ૧૫,૬૨૩ અરજીઓ મળેલ છે તથા ૨૦–૨૯ વયજુથમાં નવેસરથી નામ દાખલ કરવા માટે કુલ–૯૫૩૩ ફોર્મ્સ મળેલ છે. નામ, સરનામા વગેરે વિગતોમાં સુધારા – વધારા કરવા માટે જિલ્લામાં કુલ–૧૩,૦૨૦ ફોર્મસ ભરવામાં આવ્યા. મૃત્યુના કિસ્સામાં નામ કમી કરાવવા માટે ૭૭૦૬ ફોર્મ્સ સ્વીકારવામાં આવ્યા. હાલમાં ઝુંબેશરૂપે ચાલી રહેલ કાર્યક્રમ જેમાં આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાધે લીક કરવાના છે જે કામગીરી માટે કુલ–૨,૮૪,૫૨૬ ફોર્મસ મળી આવેલ છે. આમ સમગ્ર ઝુંબેશ દરમ્યાન જિલ્લામાં કુલ-૪૬,૨૫૨ ફોર્મ મળી આવેલ છે અને ચૂંટણીકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરવાની અરજીઓ મળીને કુલ-૩,૩૦,૭૭૮ ફોર્મ મળેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ