Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ટેન્કરમાં ચોરખાનુ બનાવી લઈ જવાતો ૨૨ લાખનો દારૂની સાથે બે આરોપી ઝડપાયા.

Share

મળેલ બાતમી આધારે મહુધા પોલીસ સ્ટેશન હદના રામના મુવાડા મહુધા-કઠલાલ રોડ ઉપર આવેલ કનૈયા હોટેલ પાસેથી એક બાતમીવાળી આઇસર ટેન્કરમાં નીચેના ભાગે બનાવેલ ગુપ્તખાના ટેન્કરમાં ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ-અલગ માર્કાની વિદેશી દારૂની બોટલો નંગ-૫૪૦૦ કી.રૂ.૨૨ લાખ ૩૨ હજારનો પ્રોહી મુદ્દામાલ ટેન્કરમાં સંતાડી લઇ જતા ઝડપી પાડી આરોપીઓની અંગ જડતીમાંથી મળેલ રોકડા રૂ.૧૫ સો તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦ હજાર તથા આઇસર ટેન્કર કિ.રૂ.૫ લાખ મળી કુલ રૂ.૨૭ લાખ ૪૩ હજાર ૫૦૦ પાંચસોના પ્રોહી મુદ્દામાલ સાથે બે આરોપીઓ (૧) ચન્દનભારતી ઉર્ફે ચંન્દ્રભારતી સાઓ આનંદભારતી માનભારતી ગૌસ્વામી રહે. રાજસ્થાન (૨) ગણપત ભેરારામ પુનારામ ગોદાર (ચૌધરી) રહે. બાડમેર રાજસ્થાન નાઓને ટેન્કર સાથે ઝડપી પાડી બંન્ને આરોપીઓ તથા આ મુદ્દામાલ ભરી આપનાર ગોપાલભાઇ રહે.સિક્કર રાજસ્થાન નાઓ તેઓના વિરુદ્ધમાં મહુધા પોલીસે પ્રોહિ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ભરૂચમાં વોર્ડ નં.10 માં ગોકળ ગતિએ ચાલતી રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવા કોંગ્રેસી કાર્યકરોની માંગ.

ProudOfGujarat

મોતીતળાવ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા.

ProudOfGujarat

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરતાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!