Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પશ્ચિમમાં રખડતાં ઢોરે મહિલાને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત.

Share

નડિયાદમાં રખડતા ઢોરનો શિકાર એક મહિલા બન્યા છે. તેઓ ચાલતા જતા હતા તે સમયે એક રખડતી ગાયે શિંગડે ભેરવી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. નડિયાદ પશ્ચિમ વિસ્તારના માઈ મંદિર ચોકડી પાસે આવેલી મંગલમૂર્તિ સોસાયટી પાસેથી સેજલબેન પટેલ (રે.દેસાઈ વગા નડિયાદ) પસાર થતાં હતાં ત્યારે અચાનક આવેલી ગાયે સેજલ બહન પર હુમલો કરી શીંગડે ચઢાવ્યાં હતાં. જેથી હુમલાનો ભોગ બનેલ મહિલાએ બુમાબુમ કરતા સ્થાનિક સોસાયટીના રહીશો અને રાહદારીઓ એ ગાયને ભગાડવાની કોશીશ કરી હતી પરંતુ મારકણી ગાયે સેજલબેનને એવા ચુંગાલમા લીધા હતા કે હાથે અને અન્ય ભાગે ગાય હુમલો કરતી રહી હતી. છેવટે સ્થાનિકોએ લાકડા અને પથ્થરો મારી સેજલબેનને ગાયની ચુંગાલમાંથી બચાવી લીધા હતાં.ત્યારબાદ સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઘાયલ થયેલા સેજલબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ નડિયાદ પશ્ચિમમાં રખડતી ગાયોના હુમલાના બનાવો વધતા નગરજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

જૂનાગઢના વંથલીમાં PSI ની બદલીનું જશ્ન મનાવતા જૂથ સામે ગુનો નોંધાયો.

ProudOfGujarat

શહેરામાં એસીબીની સફળ ટ્રેપ.NRG શાખાનો કર્મચારી 15,000ની લાંચ લેતા ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર-૨૯ વર્ષીય યુવાનનું એક્સિડન્ટમાં કમકમાટીભર્યુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!