Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો.

Share

ઈપ્કોવાલા હોલ, નડિયાદ ખાતે કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને અતિથિ વિશેષ, ગુજરાત વિધાસભાના મુખ્ય દંડક પંકજભાઈની ઉપસ્થિતીમાં વિશ્વાસથી વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. કુલ 3.2 કરોડના ખર્ચે તૈયાર થયેલ 192 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં નડિયાદ ખાતે રૂ. 1.72 કરોડના ખર્ચે 37 લોકાર્પણ અને 59 ખાતમુહૂર્ત, વસો ખાતે રૂ. 0.254 કરોડના ખર્ચે 29 લોકાર્પણ અને 19 ખાતમુહૂર્ત અને મહુધા ખાતે 0.264 કરોડના ખર્ચે 14 લોકાર્પણ અને 34 ખાતમુહૂર્તના કરવામાં આવ્યું.

લોકશાહીમાં સરકાર અને જનતાના સહસંબંધની વાત કરતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં તમામ ક્ષેત્રે થયેલી માળખાકીય સુવિધાઓ અને વિકાસકાર્યો માટે રાજ્ય સરકારનો ભગીરથ પ્રયાસ અને તેના પરિણામે ઉભો થયેલો જનવિશ્વાસ ચાવીરૂપ છે. સમાજ જીવનમાં આવેલું પરિવર્તન, જનતાનો અનુભવ, અને અપેક્ષાઓમાં થયેલી વૃદ્ધિને પહોંચી વળવામાં સરકાર સતત સફળ રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોમાં રહેલા તફાવતની રૂપરેખા આપતા મંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારની પ્રોએક્ટિવ નીતીને કારણે રાજ્ય સરકાર દ્વારા જન કલ્યાણના પ્રશ્નોનું સુચારુ નિરાકરણ આવતું રહ્યું છે. આ બાબતે તેમણે રેલ ટ્રેક માટેના ઓવર બ્રિજ અને અંડર બ્રિજનું ઉદાહરણ આપ્યું હતું. દેવુસિંહ ચૌહાણે વધુમાં ગુજરાત રાજ્યમાં શિક્ષણ, પાણી, રોડ, રસ્તામાં આવેલ માળખાકીય પરિવર્તન માટે રાજ્ય સરકારના જન સેવા અભિગમને બિરદાવ્યો હતો. મહાત્મા ગાંધીજીના સર્વોદય ગામનાં મોડેલની ઝાંખી આપતા વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં ગામડાઓ વધુ સુવિધાસભર અને રમણીય બન્યા છે. રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકોના પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટે મક્કમ અને ત્વરિત નિર્ણય લેવા માટે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેવાડાના માનવીની સતત ચિંતા કરી છે અને જન કલ્યાણકારી યોજનાના અસરકારક અમલ થકી જીવન ધોરણ ઊંચું લાવવા સર્વ સમાવેશક વિકાસની નવી કેડી કંડારી છે.

Advertisement

મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ ઉમેર્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને સિદ્ધ કરવાની સાથે સમાજના તમામ વર્ગ, વયજૂથ તથા તમામ સ્તરના લોકોની સુખાકારીની ચિંતા કરતા મુખ્યમંત્રીએ રાજ્યના વંચિતો, ગરીબો, વિચરતી વિમુક્ત જાતિઓ, મહિલાઓ તથા યુવાનોના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ સુલભ બનાવીને સર્વ સમાજના ઉન્નત વિકાસના ધ્યેયને ચરિતાર્થ કર્યું છે. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ, સંજયસિંહ મહિડા, જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ જીલ્લા કલેકટર કે.એલ.બચાણી, જીલ્લા વિકાસ અધિકારી, એમ.કે.દવે નિવાસી અધિક કલેકટર, બી.એસ.પટેલ સહિત અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યમાં નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પંચમહાલ પોલીસનો લોકડાઉનનાં માહોલમાં પરિસ્થિતિ પર નજર રાખવા એર બલૂનનો નવતર પ્રયોગ જાણો વધુ.

ProudOfGujarat

અંકલેશ્વરના નર્મદા ટોલ પ્લાઝા ખાતેથી વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે બે ઇસમોની ધરપકડ, લાખોનો મુદ્દામાલ જપ્ત.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!