નડિયાદ સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદ પડયો હતો. જેને લઇને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે નગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતાં ગરનાળામાં પાણી ભરાઇ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ બાદ સાંજે ૫ વાગ્યાના અરસામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોત જોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં નગરજનોએ બફારાથી રાહત અનુભવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement