Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદનાં કણજરી ગામે ફેક્ટરીમાં ચોરી કરી તસ્કરો ફરાર.

Share

નડિયાદના કણજરી ગામે આવેલ ફેક્ટરીની ઓરડીના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ અહીંયાથી લોખંડના સળિયા તથા ફર્માની રીંગોની ચોરી આશરે કિંમત રૂપિયા ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

નડિયાદમાં આઈજી માર્ગ પર રહેતા યોગેશભાઈ અરવિંદભાઈ પટેલની પાર્થ સ્પન પાઈપ નામની ફેક્ટરી કણજરી ગામે આવેલ છે. અહીંયા આરસીસી પાઇપ તથા સિમેન્ટ આર્ટીકલ્સ બનાવવાની ફેક્ટરી છે. ગત ૬ સપ્ટેમ્બરના રોજ તેઓ ફેક્ટરી બંધ કરી સાંજે ઘરે આવ્યા હતા. આ બાદ રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ આ ફેક્ટરીને નિશાન બનાવી અંદર ચોરી કરી છે. ફેક્ટરીમાં આવેલ ઓરડીના દરવાજાનો નકુચો તોડી ઓરડી અંદર મુકેલ વાયર બંડલ તથા એક મીટરના લોખંડના સળિયા તથા ફર્માની રીંગો મળી આશરે લોખંડની સામગ્રી ૧૫૦૦ થી ૧૭૦૦ કીલો વજનની કિંમત રૂપિયા ૭૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે.

Advertisement

બીજા દિવસે સવારે અહીંયા કામ કરતા કર્મીને ચોરીની જાણ થતા તેઓએ ફેક્ટરીના માલિકને સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. ફેક્ટરીના માલિક યોગેશભાઈ પટેલ તુરંત બનાવ સ્થળે દોડી આવી સમગ્ર ઘટના સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

નરેશ ગણવાની : નડિયાદ


Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ આધુનિક બ્રાઇડલ લુક્સ શેર કર્યા

ProudOfGujarat

આજથી ચાર દરવાજા વિસ્તારમાં બપોરે 4થી રાતના 9 સુધી ફોર વ્હીલર ઊભા રાખવા પર પ્રતિબંધ, રિકશા- સિટી બસ માટે નો એન્ટ્રી

ProudOfGujarat

ઉમરપાડા ખાતે રૂ. ત્રણ કરોડનાં ખર્ચે નિર્મિત થનાર એગ્રો પ્રોસેસીંગ યુનિટનુ ખાતમુહૂર્ત કરતા વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!