Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજ તાલુકાના ભૂગળીયા પાસે બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત.

Share

કપડવંજ તાલુકાના આબવેલ ગામમાં સાસરીમાં તહેવારોની રજામાં તેમની 6 મહિનાની બાળકી રમાડવા માટે સંજયભાઈ ગયા હતા. તેમજ તેમની પત્ની બિમાર હોવાથી તેમના ખબર અંતર કાઢી દવાની સારવાર કરી આજરોજ સવારે તેમના વતન ભૂંગળીયા ગામ આવતી વખતે આ અકસ્માત થયો હતો.

આજે ભૂંગળીયા ગામના સંજયભાઈ ઉ. વર્ષ 23 સવારે આબવેલ ગામથી આવતા ભૂંગળીયા પાટીયા પાસે બાઇક અને એસ.ટી. બસ બસ વચ્ચે અકસ્માત થતાં તેમનું મોત થયું હતું. તેમના લગ્નના ત્રણ વર્ષ થયા હતા અને ત્રણ વર્ષ પછી ભગવાને એક બાળકી આપી છે, જે 6 મહિનાની છે.
આ દુઃખદ સમાચારથી સમગ્ર ગામમાં અને ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ સમગ્ર ઘટનાની કપડવંજ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

પાનોલી કેમીકલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ગ્રામજનો દ્વારા વિરોધ…

ProudOfGujarat

અંકલેશ્વર : કેસા કલર કેમ કંપની ગેરકાયદે ડિસ્ચાર્જ કરતા ઝડપાઈ.

ProudOfGujarat

લીંબડીમાં વરસાદનું આગમન : ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ, લોકોને ગરમીથી રાહત મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!