ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે અધ્યાપક સહાયકોએ કાળા કપડા અથવા કાળી પટ્ટી પહેરીને સરકારની જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે માંગ કરી હતી. સરકારની ફિક્સ પગારની નીતિ તેમજ સાતમા પગાર પંચ લાગુ ન કરવાના કારણે અધ્યાપક સહાયકોએ આજ વિશેષ દિન નિમિત્તે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અધ્યાપક સહાયકોની પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેમજ ફિક્સ પગારમાં વધારો કરવામાં આવે જેવી બાબતોની માંગ સાથે નડિયાદ સી બી પટેલ આર્ટસ કોલેજના અધ્યાપકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નરેસ ગનવાણી : નડિયાદ
Advertisement