મહુધાના ફીણાવ ભાગોળમાં રહેતો સાબીરહુસેન ફતેમીયાં મલેક પોતાના રહેણાંક ઘરમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી ખેડા નડિયાદ એસઓજી પોલીસને મળી હતી. બાતમી આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડી ઈસમના ઘરની તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઘરમાં પલંગ નીચે પ્લાસ્ટીકના ઝભલામાં ભેજયુક્ત વનસ્પતિજન્ય પદાર્થ હતો. જેની પુછતાછમાં ગાંજાનો જથ્થો હોવાનું ઈસમે જણાવ્યું હતું. પોલીસે ૧.૫૨૮ કિલો ગાંજાનો જથ્થો કબજે લઈ ઈસમની અટક કરી હતી. ઈસમની પુછતાછ કરતાં બે માસ પહેલાં અમદાવાદ શાહઆલમ ખાતે સૈયદ ચાવાળાની લારી ઉપર ગયેલ ત્યાં ભુરા નામના ઈસમે જથ્થો આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે સાબીરહુસેન તથા ભુરા નામના ઈસમ વિરુદ્ધ મહુધા પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધી જથ્થો કબજે લીધો હતો. ઈસમે જણાવ્યું હતું કે નાની નાની પ્લાસ્ટીકની કોથળીઓમાં ઈસમ ગાંજાના જથ્થાનું ખાનગી રાહે વેચાણ કરતો હતો. ઈસમે કોને કોને ગાંજાનું વેચાણ કર્યું તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ