તા. :૨૭-૨૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ કુરૂક્ષેત્ર (હરિયાણા)) ખાતે યોજાયેલ નેશનલ કરાટે ચેમ્પિયનશિપની સ્પર્ધામાં સંતરામ મહારાજના આશીર્વાદથી ડિફેન્સ માર્શલ આર્ટ્સ એકેડમી, નડિયાદ દ્વારા સંચાલિત કોચ શ્રેયાંશ સોનીના નેજા હેઠળ ખેલાડીઓએ ભાગ લીધો હતો, તેઓએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ૩ સુવર્ણ, ૧ રજત અને ૪ કાશ્ય પદક મેળવી નડિયાદ તથા ગુજરાતનું નામ રોશન કરેલ છે.
આ સ્પર્ધાની વધુ માહિતી કોચ શ્રેયાંશ સોની તરફથી મેળવતા તેઓએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી ઘણી સંખ્યામાં ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં એમના એકેડમીના ઝીલ ચોકસીએ ૮ વર્ષથી નાની ઉંમર માં કુમિતે અને કાતામાં અનુક્રમે સુવર્ણ તથા કાશ્ય, કર્તવ્ય પંચાલ અને જેની ત્રિવેદીએ ૧૦ વર્ષથી નાની ઉંમરની કેટેગરીમાં કાતામાં અનુક્રમે સુવર્ણ તથા કાશ્ય, જ્યારે કુમિતેમાં જૈની ત્રિવેદી તથા વેદાંશી ચોકસીએ અનુક્રમે સુવર્ણ તથા રજત અને ૧૨ વર્ષથી નાની ઉંમરની કેટેગરીમાં કુમીતેમાં દેવમ ત્રિવેદી અને ઋષિ ચોકસીએ કાશ્ય, જયારે સીનીયર લેવેલએ ધ્રુવીક નસિત એ કાશ્ય પદક મેળવેલ છે. વધુમાં કોચે જણાવ્યુ કે અમારી એકડમીના ઘણા વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ મેડલ મેળવી ચૂકવ્યા છે તથા છેલ્લી ટુર્નામેન્ટમાં મેં વચન આપેલ હતું કે જો મોકો મળશે તો અમે નડિયાદ, ગુજરાત તથા ભારતનું નામ રોશન કરીશું, તે વચન પર અમારી એક્ઝમીના બાળકોએ અદભુત પ્રદર્શન કરી મારું વચન જાળવ્યું, તે બદલ બધા વિધાર્થીઓનો આભાર વ્યક્ત કરુ છુ.
નરેશ ગનવાણી : નડિયાદ