Proud of Gujarat
FeaturedGujaratINDIA

અલાઇન્સ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત પીજ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને તાલીમ અપાઇ.

Share

વસો તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે અલાઇન્સ ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત પીજના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં એક આરોગ્ય ઇન્ટ્રીગેશન તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અલાઇન્સ ઇન્ડિયાના સંપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ યોજાઈ હતી. જેમાં એચ. આઈ. વી. – એસ. આર.એચ.આર ઇન્ટ્રીગેશન માટેની તાલીમમાં કન્સલ્ટર ડૉક્ટર નેહાબેન પંચાલ દ્વારા તમામ તાલીમાર્થીઓને તમામ પાસાઓની સંપૂર્ણપણે તાલીમ અપાઇ હતી. આ પ્રોજેક્ટના મેનેજર કમલેશ ભટ્ટ, જિલ્લા મેનેજર મહેશ પરમાર અને આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજના તમામ સ્ટાફને પણ સંપૂર્ણપણે તાલીમ આપી હતી. જેમા એ. ડી.એચ.ઓ ડોક્ટર જી. બી ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ પ્રકારની તાલીમ અપાતી હોય છે આ તાલીમમાં તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ વિધાનસભામાં ગુજરાતની કોલેજ શિક્ષણ અને ભરતી પ્રશ્ને પ્રશ્નો ઉઠાવ્યા.

ProudOfGujarat

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHO ગ્લોબલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માંથી વરસાદ ના બે દિવસ પછી પણ વહેતા વિવિધ કલર ના ગંદા પાણી થી આમલા ખાડી સહિત ની વિવિધ ખાડીઓ પ્રદુષિત બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!