Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કઠલાલના ભાનેર હોટલ નજીક ઉભેલી કારને પીકઅપ ડાલુએ ટક્કર મારતાં એકનુ મોત.

Share

કઠલાલના નડિયાદ રોડ પર હોટલ નજીક ઉભેલી કારને પીકઅપ ડાલુએ ટક્કર મારતાં કાર પાસે ઉભેલા વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે.

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય સુનિલકુમાર રતનભાઇ પટેલ પોતાના કાકાના દીકરાની કાર લઈને પોતાના મિત્રો નિકુંજકુમાર મગનલાલ કારાવાડીયા અને સમીરકુમાર બાબુલાલ મકવાણા સાથે કઠલાલ બનેવી ત્યાં આવ્યા હતા કામ પૂરું કરી ભાનેર પાટીયા નજીક આવેલ નાગદા હોટલ ખાતે જમવા ગાડી ઉભી રાખી પોતાની કાર પાસે ઊભા હતા. ત્યારે એકાએક નડિયાદ તરફથી આવતી પીકઅપ ડાલુ વાહનના ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે ખાલી સાઇડના દરવાજા પાસે ઉભેલા સુનિલ કુમારના બનેવી ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ અને મિત્ર સમીરભાઈ બાબુલાલ મકવાણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. પીકઅપ ડાલુ વાહન એટલી સ્પીડમાં હતું કે ઉપરોક્ત ગાડીને તો ટક્કર મારી સાથે સાથે ગાડી પાછળ ઉભેલ અન્ય એક કારને પણ અડફેટે લીધી હતી.

Advertisement

આ બનાવમાં ઘાયલ થયેલા ઉપરોક્ત બંને લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે સમીરભાઈ મકવાણાનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે ટફ યોજના અંતર્ગત બજેટની જોગવાઈ કરવા ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત

ProudOfGujarat

અંકલેશ્વર : શુભલક્ષ્મી સોસાયટીના મકાનમાંથી 4.33 લાખની ચોરી મામલે જીઆઇડીસી પોલીસે પુત્રની કરી ધરપકડ.

ProudOfGujarat

ઝઘડિયાના ટોઠીદરા ગામના ગ્રામજનો દ્વારા રેત માફિયાઓ વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!