Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલમાં ગોમતી કિનારે કરોડના ખર્ચે આકાર લેનાર ભવ્ય અક્ષર ભુવનના પાયાના કાર્યનો શુભારંભ.

Share

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામમાં પવિત્ર ગોમતીજીના કિનારે રૂ.૨૦૦ કરોડના ખર્ચે આકાર લેનાર ભવ્ય અક્ષર ભુવનની ગણેશ ચતુર્થીના શુભ દિને સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજી શાસ્ત્રી બ્રહ્માસ્વરૂપ સ્વામી વિગેરે સંતોના વરદ હસ્તે પાયાના કાર્યોનો શુભારંભ કરાયો હતો.

વડતાલ ખાતે રામનવમીના શુભદિને અભિજીત મુહૂર્તણમાં રૂ.૨૦૦ કરોડના ખર્ચે ગોમતી કિનારે નિર્માણ થનાર દિવ્ય અને ભવ્ય મ્યુઝિયમ અક્ષર ભુવનનો શિલાન્યાસવિધિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંપ્રદાયના વરિષ્ઠ સંતોના વરદ હસ્તે સંપન્ન થયો હતો. દરમ્યાન રાજસ્થાનની ગુલાબી પથ્થરો આવી જતાં ગણેશ ચતુર્થીના શુભ દિને પાયાના કાર્યનો શુભારંભ કરાયો હતો. મંદિરના પુરોહિત ધીરેનભાઈ ભટ્ટે પૂજન વિધિ કરાવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી નૌતમ સ્વામી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, મુનીવલ્લભ સ્વામીએ ફાઉન્ડેશન માટે ઉપયોગમાં લેનાર યંત્રો હેવી ટ્રકો તથા અન્ય ઉપકરણોનું શ્રીફળ વધેરી પૂજન કર્યું હતું. મ્યુઝિયમ નિર્માણ શુભારંભ કાર્યના મુહૂર્ત પ્રસંગે શાસ્ત્રી હરિ ઓમ પ્રકાશ સ્વામી, શ્રી વલ્લભ સ્વામી, ઘનશ્યામ સ્વામી, પ્રેમ નંદન સ્વામી, સંસ્કૃત પાઠ શાળાના સંત વિદ્યાર્થીઓ તથા આર્કિટેક ચિંતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ કાર્ય પ્રસંગે લંડનથી આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, ચેરમેન દેવ પ્રકાશ સ્વામી તથા કોઠારી ડૉ.વલ્લભદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ચૂંટણી પહેલા અલગ અને પછી અલગ : પહેલા પૈસા મા ભાવ ઘટાડ્યા અને હવે રૂપિયામા ભાવ વધાર્યા : ડીઝલમાં રૂ.૧.૭૫, પેટ્રોલમાં રૂ.૧.૪૩નો થયો વધારો

ProudOfGujarat

નેત્રંગ ચાર રસ્તા વાહનચાલકો માટે મોતના કુવા સમાન બની ગયો છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા સેવા સત્તા સમિતિ દ્વારા લીગલ સર્વિસીસ ડે ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!