Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં ગણેશજીના પંડાલમાં તાડપત્રી લગાવતા 3 યુવાનોને કરંટ લાગતા 2 ના મોત.

Share

નડિયાદ પશ્ચિમમા ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહેલા 3 યુવાનોને વિજ કરંટ લાગ્યો છે. જેમાંથી બે લોકોના કરૂણ મોત થયા છે.

નડિયાદમાં પીજ રોડ પર ગીતાંજલિ ચોકડી પર આવેલ સાર્વજનિક ગણેશજીના પંડાલ બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ઉપરના ભાગમાં તાડપત્રી લગાવતા અચાનક 11 કે.વી નો વાયર માથાના ભાગે અડકી જતાં આ ઘટના બની છે. આમા 3 યુવાનોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

માંગરોળ : વાંકલ ગામે દુકાનમાં ગ્રાહકના ખિસ્સામાંથી રૂપિયા ચોરી કરતો ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કોવિડ-19 વેકસીન સેન્ટર શરૂ કરાયું.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટ્સ કોલેજમાં વાલી – અધ્યાપક સંમેલન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!