પ્રભારી મંત્રી મનિષાબેન વકીલ અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા સ્પોટ ઓવરવ્યુ લઈ બેઠક વ્યવસ્થાપનને અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. આગામી તારીખ ૩૧/૦૮/૨૦૨૨ મુખ્યમંત્રીના હસ્તે ખેડા જિલ્લાના નડિયાદ, ઠાસરા, કપડવંજ અને મહુધા ખાતે યોજાનાર લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે મનિષાબેન વકીલ પ્રભારી મંત્રી, ખેડા જિલ્લો ગુજરાત સરકારની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.
આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં લોકાર્પણ અને ખાતમૂહુર્તના સ્થળોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, એન્ટ્રી, એકઝીટ, ડાયસ વ્યવસ્થા, હવામાન, ટ્રાન્સપોર્ટ, બસ વ્યવસ્થા સહિત તમામ રૂટની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત લોકાર્પણ કાર્યક્રમના સ્થળોની રૂબરૂ મુલાકાત લઈ કાર્યક્રમમાં ટેન્ટ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી સફોકેશન ના થાય એ બાબતે ખાસ સૂચના આપવામાં આવી.જિલ્લા કલેટર દ્વારા લોકાર્પણ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અંગે વિવિધ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા. વધુમાં તાલુકાના પ્રાંત અધિકારીઓ દ્વારા નડિયાદ, ઠાસરા, કપડવંજ અને મહુધાના મિનિટ ટુ મિનિટ પ્રોગ્રામની બ્રિફિંગ આપવામાં આવી. જેમાં પાર્કિંગ વ્યવસ્થા, લાભાર્થીઓની યાદી, અંદાજિત વાહનોની સંખ્યા, ભોજન વ્યવસ્થા, અંદાજિત વ્યક્તિઓની સંખ્યા જેવા અગત્યના મુદ્દાઓની વિગતે રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કલેકટર કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, ખેડા એસપી રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ