ખેડાના હેરંજ ગામમાં પતિએ પત્નીને કોદાળીના ઘા મારતા ઇજા થયેલ અને સાસુને કોદાળીના ઘા મારતા તેઓનું સારવાર બાદ મૃત્યુ નીપજયું હતું જેથી નડિયાદની અદાલતે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
હેરંજના મહુધા તાલુકાનાં આરોપી રાકેશ મનહર વસાવા એ પોતાની પત્નીના ચારિત્ર્ય અંગે વ્હેમ રાખી ઝઘડો કરેલ અને આ ઝઘડાની ખીજ ઉતારવા માટે વહેલી સવારે ચાર વાગ્યે પત્ની અંજનાને અને સાસુ મંજુલાને માથાના ભાગે કોદાળી દ્વારા ગંભીર ઇજાઓ પહોંચાડી હોય જેમાં સાસુ મંજુલાને પ્રથમ સારવાર માટે આરોગ્ય કેન્દ્ર અને વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હોય જ્યાં સારવાર દરમિયાન મંજુલાબેનનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હોય આ કેસમાં સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર દ્વારા સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પુરાવાના આધારે નડિયાદના એડી.સેશન્સ જજ ડી.આર ભટ્ટની અદાલતે આરોપી રાકેશ વસાવાને તકસીરવાન ઠેરવી IPC કલમ 302, 307 મુજબ આજીવન કેદ અને રૂ.10,000 દંડ તથા મરણજનરના પતિને રૂ.1,00,000 નું વળતર ચૂકવી આપવા હુકમ કર્યો છે.
નરેશ ગનવાણી : નડિયાદ