નડિયાદ શહેરના જૈન ઉપાશ્રયમાં પર્યુષણ પર્વ ભકિતભાવપૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ પર્વ અંતગર્ત રવિવારે પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણ વાંચનની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ભગવાન મહાવીરને ભવ્ય આંગી કરવામાં આવી હતી. ઉપાશ્રયમાં ગુરૂભગવંતો દ્વારા પ્રભુ મહાવીરના જન્મ વર્ણન કરવામાં આવ્યું હતું. અને ભગવાનનું પારણુંને ઝુલાવીને જૈન ભાઇઓ-બહેનોએ ધન્યતા અનુભવી હતી.
નડિયાદ શહેરના દેવ ચકલા વિસ્તારમાં આવેલ જૈન ઉપાશ્રયમાં આચાર્ય ભગવંત વિજય દર્શનવલ્લભસૂરીશ્વરજી મ.સાના નિશ્રામાં પર્યુષણ પર્વ ઉજવાઇ રહ્યો છે. પર્યાપણ પર્વના પાંચમા દિવસે રવિવારે પ્રભુ મહાવીર સ્વામી જન્મ વાંચન કાર્યક્રમ યોજાયો હતો. ગુરૂભગવંતો દ્વારા પ્રભુ મહાવીર જન્મ વાંચન સાંભળીને ઉપસ્થિત સૌ ભાઇઓ બહેનો આનંદથી ઝુમી ઉઠયા હતા. આ પ્રસંગે માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના દર્શન તથા ભગવાન મહાવીરનું પારણું ઝુલાવીને હાલરડું ગાઇને જૈન ભાઇઓ બહેનોએ ધન્યતા અનુભવી હતી. આ આ પર્વ નિમિતે ભગવાનને ભવ્ય આંગી કરવામાં આવી હતી. તા. ૩૧મીએ સંવત્સરી મહાર્પવ દિન નિમિતે બપોરે સંવત્સરી પ્રતિક્રમણ અને મિચ્છામી દુક્કડમ પાઠવશે.
નરેશ ગનવાણી : નડિયાદ