નેશનલ હાઇવે 48 અને NE-1 ના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ના પેટ્રોલીંગ એમ્બ્યુલેન્સ અને ક્રેનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની માંગણી સંબંધે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.
તારીખ 01 થી 10 સુધીમાં વેતન મળે તેવી માંગ કરી આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, અમો NH 48 & NE-1 ના કર્મચારીઓ જે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. ઓપરેશનમાં પેટ્રોલીંગ એમ્બ્યુલેન્સ અને ક્રેનમાં ફ૨જ બજાવીએ છીએ. જેમા દરેક વ્યક્તિઓ સાથે અન્યાય બાબતે આપણે વ્યકતીગત તેમજ સામુહીક રીતે રજુઆત કરી છે. આ અંગે અધીકારીએ આજદીન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી. તેથી અમો મજબુર થઈ ન્યાયમાટે ગાંધી ચીધ્યા માર્ગ પર જઈ રહ્યા છે. તેઓની વિવિધ માંગણીઓ છે જેમ કે કોન્ટ્રાકટ પુરો થયા પછી રીન્યુ કરેલ ત્યારથી આજદિન સુધી અમોને એપોઈમેન્ટ લેટર આપેલ નથી તો એ એપોઈમેન્ટ લેટર આપવો, જયારથી ઈન્કાહએ આ કારભાર સોપ્યો છે. ત્યારથી આજદિન સુધી અમોને સેલેરી સ્લીપ આપેલ નથી તો દરેક માસે અમોને સેલેરી સ્લીપ આપવી, અમારા કાર્યનું વેતન અમોને તા. 01 થી 10 સુધી મળે તેની વ્યવસ્થા કરવી, જે પગાર ધોરણ કેન્દ્ર સારકાર આપે છે. તે મુજબ વેતન અમોને મળતુ નથી. તો આ અમારો પગાર યોગ્ય કરી આપશો, જેવા અનેક મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે.
નરેશ ગનવાણી : નડિયાદ