નડિયાદ તાલુકાના બિલોદરામાં તોફાની કપિરાજે આતંક મચાવ્યો છે. તોફાને ચડેલા કપિરાજે આઠ જેટલી વ્યક્તિઓને બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયા છે. કપીરાજના આતંકથી સોસાયટી વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નડિયાદ તાલુકાના બિલોદરા ગામમાં એક તોફાની કપીરાજ આતંક મચાવી રહ્યો છે. તોફાની કપીરાજના ભયથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે. આ કપીરાજ રાજે બિલોદરામાં આસ્થા પુર, સાઈ દર્શન તેમજ ચંદ્ર દર્શન સોસાયટી સહિત ગામમાં આઠ જેટલા ઇસમોને હાથ, પગ પર બચકા ભરી લોહી લુહાણ કરી દેતા ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બિલોદરાના સરપંચે આ કપિરાજ અંગેની જાણ કરતા વનવિભાગના અધિકારીઓ પોતાની ટીમ સાથે કપીરાજને પકડવા દોડી ગયા હતા. વન વિભાગ દ્વારા કપીરાજને પકડવા પાંજરું મૂકી તોફાની વાનરને પકડવા કામગીરી હાથ ધરી છે. પરંતુ હજી સુધી તોફાની કપીરાજને પાંજરામાં પુરવામાં સફળતા મળી નથી. આમ તોફાની કપિરાજના હુમલાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
નરેશ ગનવાણી : નડિયાદ