નડિયાદના પશ્ચિમ વિસ્તાર મિશન રોડ પર આવેલ ફાટક પાસે રહેતા ટીનાભાઈ ઉર્ફે નવઘણભાઈ મોહનભાઈ તળપદાના ઘરમાં મધરાત બાદ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો ત્યારે મધરાત બાદ અજાણ્યા તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાની સ્ટોપર ખોલી ઘરમા પ્રવેશ કરી ઘરની તિજોરીમાં મુકેલા સોના, ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી કુલ અંદાજીત રૂપિયા 3 લાખ 75 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા છે વહેલી પરોઢે પરિવારજનોને ચોરી અંગેની જાણ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પોતાની દિકરીને સાસરે મોકલવા માટે આણું તૈયાર કર્યું હતું જે તસ્કરોએ ચોરી કરી લેતા પરિવાર મુશ્કેલીમા મુકાયો છે. આ બનાવ સંદર્ભે મકાન માલિકે પોલીસ મથકને જાણ કરી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી આવી જે દિશામા તસ્કરો ફરાર થયા હતા તે તરફ તપાસ કરતાં ઘરેણાના બીલો અને ખાલી પાકીટ મળી આવ્યું હતું. આથી સમગ્ર મામલે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ